છોટાઉદેપુર: નસવાડી ટાઉનમાં ભૂંડોના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી 4 વર્ષની બાળકી પર ભૂંડે અચાનક હુમલો કર્યો હતો. સદનસીબે, ઘરમાં કામ કરતી પનીયારીએ સમયસર દાખવી બાળકીને બચાવી હતી. જોકે, તે પહેલાં ભૂંડે બાળકીના શરીર પર છ બચકા ભર્યા હતા.આ ઘટનામાં બાળકીના હાથ, પગ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક સારવાર માટે બાળકીને નસવાડી દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાં ઇજાઓ ગંભીર હોવાનું જાણવા મળતા વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છેઘટનાને પગલે મેમણ કોલોની તેમજ નસવાડી ટાઉન વિસ્તારમાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છવાયો છે.

બાળકી પર થયેલા હુમલાને નજરે જોનાર મહિલાઓએ ચીસો પાડતા પનીયારીએ હિંમતપૂર્વક બાળકીને બચાવી હતી.નસવાડી ટાઉનના વિવિધ વિસ્તારોમાં ભૂંડોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે બજારમાં ખરીદી કરવા જનાર લોકો પર પણ ભૂંડો હુમલાની દશામાં આવી જાય છે. ખેડૂતો પણ ખેતી પાકને થતી નુકસાન અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો ભૂંડોના વધતા આતંકથી હેરાન પરેશાન બન્યા છે.આ ગંભીર ઘટનાના બાદ મેમણ કોલોની સહિત નસવાડી ટાઉનની મહિલાઓએ રોષ વ્યક્ત કરી તાત્કાલિક ભૂંડોને દૂર કરવા માટે તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે.