છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા વ્યક્ત કરતા ગ્રામજનોએ વિડિયો વાઇરલ કરી આ ગંભીર મુદ્દો જાહેર કર્યો છે.આ શાળામાં માત્ર એક જ શિક્ષક નિયુક્ત છે. છતાં પણ છેલ્લા બે દિવસથી તે શિક્ષક શાળામાં હાજર ન રહેતા બાળકોનું ભણતર સંપૂર્ણ રીતે ઠપ્પ થયું છે

મધ્યાહ્ન ભોજન સંચાલક પોતાની જવાબદારી અનુસાર શાળામાં હાજર રહે છે, પરંતુ શિક્ષણ કાર્ય માટે કોઈ જવાબદાર હાજર ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારની આ શાળામાં બાળકો ભણવા ઇચ્છુક છે, પરંતુ જવાબદાર શિક્ષકોની ગેરહાજરીના કારણે ગામડાના બાળકો શિક્ષણથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ વિડિયો દ્વારા સરકાર અને શિક્ષણ તંત્રને તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે. જયારે ઇન્ચાર્જ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીગ્નેશ વનકરે જણાવ્યું હતું કે શાળામાં શિક્ષક નથી આવ્યા તે બાબતે ગ્રુપ આચાર્યને મોકલી તપાસ કરાવતા શિક્ષક આવ્યા નથી, નોટિસ આપી છે એક દિવસમાં ખુલાસો લઇ કાર્યવાહી કરવા રિપોર્ટ કરીશું