છોટાઉદેપુરની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના મંત્રી સમક્ષ લાઇન કરનાર કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ વેદના વ્યક્ત કરી, કહ્યું ” અધિકારીઓની ભૂલના કારણે હું હેરાન થઈ રહ્યો છું ”

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત કામોની રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલેએ વિસ્તૃત સમીક્ષા કરી હતી મંત્રીની મુલાકાત દરમિયાન સરકારી યોજનાઓની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને અમલવારી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી જયારે આ સમીક્ષા દરમિયાન પાણી પુરવઠા લાઇન કરનાર કોન્ટ્રાક્ટરે મંત્રી સમક્ષ ખુલ્લેઆમ પોતાની વેદના વ્યક્ત કરી હતી કોન્ટ્રાક્ટરે આક્રોશ સાથે જણાવ્યું કે અધિકારીઓની ભૂલના કારણે તે છેલ્લા લાંબા સમયથી સતત હેરાન થઈ રહ્યો છે.કોન્ટ્રાક્ટરનો આરોપ છે કે 180 કિલોમીટર લાંબી પાણી પુરવઠાની લાઇન માટે ખર્ચો કરી કામગીરી કરી, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે દરમિયાન મંત્રી સાથે હાજર સંખેડાના ધારાસભ્યએ અધિકારીઓનો જણાવ્યું કે આ સમગ્ર મામલે અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે માત્ર ગેરસમજ થઇ છે વધુમાં ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,“કોઈ અધિકારી જોવા જ આવ્યો નથી, એમ કહીને તેમણે અધિકારીઓની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા આ સમગ્ર ઘટનાને કારણે જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓમાં ચાલી રહેલી ગડબડ, અધિકારીઓની જવાબદારી મુદ્દે ફરી પ્રશ્નો ઉઠ્યા છે. હવે આ વાયરલ વિડિઓ પર થી કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટવાયું હોઈ અથવા તો અધિકારીઓ કોન્ટ્રાકટરને કોઈક કારણોસર હેરાન કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે આ વિડિઓની અમે પષ્ટિ નથી કરતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *