બોડેલી : નવજીવન હાઈસ્કૂલની તેજલબેન પંચાલને રાજ્ય સ્તરે વિશેષ સન્માન

ગુજરાત : નોલેજ વેલી ફાઉન્ડેશન આયોજિત “ગુજરાત સારસ્વત સન્માન 2026” હેઠળ રાજ્યના 15000 ઉત્તમ શિક્ષકોના સન્માનિત કરવાના લક્ષ્યાંકના પ્રથમ તબક્કામાં 2525 શિક્ષકોનું સન્માન પાલનપુર ખાતેની ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળામાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેમણે નવીન અભિગમોથી વર્ગખંડોમાં, શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય કર્યું છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને એનસીએફની અસરકારકતા, આનંદદાયી શિક્ષણ, અનુભવજન્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યો ચરિતાર્થ કરવા સમર્પણ ભાવે કરેલ કાર્યની કદરરૂપે શિક્ષકોને સન્માનિત કરાયા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લાની નવજીવન હાઈસ્કુલના ઉત્તમ શિક્ષક તેજલબેન એન. પંચાલનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમજ જિલ્લા સંયોજક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું રાજ્ય સ્તરના આ ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં પાલનપુરની ધ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે રાજકુંવરબા, અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય પાલનપુર, પ.પૂ.મ. ચીનુભારતી મહારાજ, મ. દોલતપુરી ગોસ્વામી, શ્રી 1008 રામેશ્વરાનંદગીરી, સંજયભાઈ દવે, ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, ડૉ. એસ.ડી. જોષી દ્વારા શિલ્ડ, મેડલ અને સન્માનપત્ર આપી તેજલબેનનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *