બોડેલી : અલીપુરા ચાર રસ્તે મોડી રાત્રે સ્કોર્પિઓ કાર ડિવાઇડરની રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ, જુઓ સમગ્ર અહેવાલ

બોડેલી : બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે સ્કોર્પિઓ કારના ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ની રેલિંગ તોડી સામે આવેલ દુકાનના ઓટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી જ્યારે રાત્રિનો સમય હોય અવરજવર ઓછી હોય તેમ જ તેમજ દુકાન બંધ હોવાના કારણે મોટી જાનહાની તળી હતી

અકસ્માતગ્રસ્ત સ્કોર્પિઓ કારમાંથી વિદેશી દારૂનો ગ્લાસ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ મજબૂત શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રો તરફથી જાણવા મળ્યું છે ઘટનાના તાત્કાલિક બાદ ચાર લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જે અનેક સવાલો ઊભા કરે છે અહી મહત્વની બાબતએ છે કે સ્કોર્પિઓમાંથી ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ મળી આવી હતી અહીંયા સવાલએ ઉભો થાય છે કે કાર સરપંચ ચલાવતા હતા કે મિત્ર/પરિવારજન તે તપાસનો વિષય છે જો કે સમગ્ર બનાવમાં બોડેલી પોલીસે સ્કોર્પિઓના ચાલકને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે જયારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *