બોડેલી : અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં ઠગાઈનો સનસનાટો: સોનાની બંગડીઓ ‘ચમકાવતાં’ ગાયબ

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીના અલીપુરા વિસ્તારની ગંગાનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી સાથે ઠગાઈની ઘટના બની છે. વોશિંગ મશીન માટેનું લિક્વિડ વેચવા આવેલ યુવકે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને ત્રણ તોલા જેટલા સોનાના દાગીના ઓગાળી લઈ ફરાર થઈ ગયો હતો.

છોટાઉદેપુર જલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારની ગંગાનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી સાથે ઠગાઈની ઘટના બની છે. દંપતી ઘરમાં એકલા હતા તે સમયે વોશિંગ મશીન માટેનું લિક્વિડ વેચવા આવેલ યુવકે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને અંદાજે ચાર લાખ રૂપિયાના ત્રણ તોલા જેટલા સોનાના દાગીના ઓગાળી લઈ ફરાર થઈ ગયો હતો.બોડેલીમાં વોશિંગ મશીનનું લિક્વિડ વેચતો યુવક ફરતો ફરતો અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં પહોંચ્યો હતો. મહિલાઓએ લિક્વિડ ખરીદીને તેને ઘરમાં પ્રવેશ આપ્યો. આ દરમિયાન ઘરમાં વૃદ્ધ શિક્ષક દંપતીને એકલા જોઈ ઠગ યુવકે તાંબાનો લોટો માંગ્યો અને તેને ચમકાવી આપ્યો. ત્યારબાદ મહિલાએ પગમાં પહેરેલા સોનાના ઝાંઝર ચમકાવવા માટે આપ્યા, જે પણ તેણે ચમકાવી આપ્યા હતા.આ પછી મહિલાએ બંને હાથની સોનાની બંગડીઓ ચમકાવવા માટે આપતા ઠગે તેને હળદરના પાણીમાં વીસ મિનિટ મૂકવાની વાત કરી. આ બહાને બંગડીઓ ઓગાળી નાખી અને સુરક્ષિત રાખવાનું કહી ત્યાંથી ચાલતો થયો.

થોડા સમય બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે બંગડીઓ લગભગ ત્રણ તોલા જેટલી પાતળી થઈ ગઈ હતી અને ઓગળેલા દાગીના ઠગ સાથે લઈ ગયો હતો. ઘટના સ્પષ્ટ થતાં સુધીમાં ઠગ ફરાર થઈ ગયો હતો.આ અંગે બોડેલી પોલીસને જાણ કરવામાં આવી છે અને ઠગ ટોળકીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે નોંધનીય છે કે અગાઉ પણ પીતાંબરી પાવડર કે લિક્વિડથી વાસણો અને દાગીના ચમકાવવાના બહાને આવી ઠગાઈના અનેક બનાવો બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *