છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી શાળા શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ આજુબાજુના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપી રહી છે. ગાઢ અંધકારમાં જેમ પ્રકાશિત દીપ સુંદર લાગતો હોય તેમ આ શાળાએ સ્વપ્ન લાગતું કે અશક્ય લાગતું કામ પ્રચંડ પુરુષાર્થના બળે કરી દેખાડ્યું છે.અને પોતાના સિદ્ધિઓના ક્રમમાં નવું પાનું ઉમેર્યું છે. સુંદર મઝાના વૃક્ષોની હરિયાળી વચ્ચે શોભતી શાળા નયનરમ્ય લાગે છે.શાળાના સફળ સુકાની, શિક્ષણ પ્રત્યે હંમેશા ચિંતનશીલ, અને સૂઝ દાખવનારા આચાર્યએ પોતાના ઉત્તમ નેતૃત્વ વડે શાળાના કર્મચારીઓના કર્મયોગ અને સહયોગ લઈ શાળામાં સુબદ્ધ આયોજન કરી પ્રચંડ પુરુષાર્થ વડે આ કામ કરી દેખાડ્યું છે. કહેવાય છે ને કે “કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી” એ ઉક્તિને સાર્થક કરતા શાળાના આચાર્ય અને સૌ કર્મચારી ” શાળા અને શાળાના બાળકોનો વિકાસ એ જ અમારો ઉદ્દેશ” આ સંકલ્પ સાથે કામે લાગ્યા અને શ્રેષ્ઠ શાળાના તમામ બિંદુઓ પર સુંદર પરિણામલક્ષી કામ કર્યું અને આજે આ મુકામ પર પહોંચ્યા છે. સખત પરિશ્રમથી આગળ વધીએ તો અવશ્ય આવા એવોર્ડ કદમ ચૂમતા હોય છે.જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ નાં હસ્તે આ એવોર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતા આ એવોર્ડ પ્રાપ્ત થતા શાળાના સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા, ઉપપ્રમુખ તથા છોટાઉદેપુર ના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ રાઠવા, મંત્રી નવલસિંહ રાઠવા શાળાના કર્મયોગી શિક્ષકો , વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોમાં હર્ષ અને ગૌરવની લાગણીઓ સાથે આનંદિત થતા અનેરા ઉત્સવી વાતાવરણનું સર્જન થયેલું જોવા મળે છે
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલએ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો.