ગુજરાત પેટાચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં ખળભળાટ, શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખે રાજીનામું આપ્યું

Spread the love

શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કડી-વિસાવદર પેટાચૂંટણીમાં કારમી હાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે શૈલેષ પરમાર કમાન સંભાળશે.શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે ‘હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.’ વિસાવદરમાં, AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 17,554 મતોના માર્જિનથી પેટાચૂંટણી જીત્યા, જ્યારે કડીમાં, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 39,452 મતોના માર્જિનથી જીત મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *