બોડેલીના ક્ષતીગ્રસ્ત બ્રિજની કલેકટર ગાર્ગી જૈને મુલાકાત લીધી

Spread the love

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ, મેરીયા, ભારજ નદી પર આવેલા પુલો અને રસ્તાઓને નુકશાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ બ્રિજ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૫૬ પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પરના પુલ અને ઓરસંગ નદી પરના પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે એનએચઆઈની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે અને આ પુલ પરથી ટૂ-વ્હિલર, કાર અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.જિલ્લા કલેક્ટરએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈને જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહનવ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો

ભારદારી વાહનોની અવાર જવર બંધ થતા ખેડૂતો અને વિધાર્થીઓને મુશ્કેલી


બોડેલી તાલુકાના મહત્વના બંને બ્રિજ પર ભારદારી વાહનો પર રોક લગાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને ખેડૂતો અને વિધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે તમને જાણવી દઈએ, ભારજ નદી પર આવેલ બ્રિજ તૂટ્યા બાદ જિલ્લો બે ભાગમાં વહેંચયો છે જેને લઇ જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે બંને બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર બંધ થતા જિલ્લાની સ્થિતિ ગંભીર બની છે જબુગામ અને આસપાસના વિસ્તારોમાં કેળનું વાવેતર ખેડૂતો કરતા હોઈ છે અને તેમના તૈયાર પાક ભારદારી વાહનો મારફતે અન્ય જિલ્લામાં તેમજ અન્ય ગામોમાં લઇ જઈ સારી આવક મેળવી રહ્યા છે  તો બીજી તરફ બોડેલી ખાતે અભ્યાસ માટે અવર જવર કરતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, નસવાડી, કોસીંદ્રા, જબુગામ સહીત ના આસપાસના ગામડાઓમાંથી વિધાર્થીઓ સ્કૂલ બસ મારફતે બોડેલી અભ્યાસ અર્થે આવતા હોઈ છે ત્યારે હવે બંને બ્રીજો પર ભારે વાહનની અવર જવર પર રોક લગાવતા વિદ્યાર્થીઓના મુશ્કેલીમાં વધારો થયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *