છોટાઉદેપુરના ઝેર ગામે વનસ્પતિજન્ય ગાંજાના છોડ સાથે એકને SOG એ ઝડપી પાડ્યો

0
Screenshot
Spread the love

છોટાઉદેપુર

રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં વિદેશી દારૂ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. આરોપીના ખેતરના પાકની આડમાં ગાંજાની ખેતી સામાન્ય બની ગઈ છે, ત્યારે છોટા ઉદેપુર પાસેના ઝેર ખાતે એક મકાનમાં વાડામાં ઉગાડેલા રૂ.4,15,000/- ના વનસ્પતિજન્ય ગાંજાના છોડ સાથે એક જણાની ધરપકડ કરી છે.

Screenshot


છોટાઉદેપુર એસઓજીને બાતમી મળી હતી કે છોટાઉદેપુર જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ઝેર ગામમાં બોટનિકલ ગાંજાના છોડ ઉગાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમે ઝેર ગામના ગમન ફળિયામાં રહેતા જોરીયાભાઈ મથુરભાઈ રાઠવાના ઘરના આંગણામાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી રૂ. 4,15,000/-ની કિંમતના 41.500 કિલો વજનના 16 વનસ્પતિ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
આથી છોટા ઉદેપુર જીલ્લાની SOG ટીમે જોરીયાભાઈ મથુરભાઈ રાઠવા સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ રૂ.4,15,000/-ની કિંમતના બોટાનીકલ ગાંજાના છોડ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here