યુપીથી રેલ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. કાનપુરના ભાઉપુર સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ (15269) ના 2 કોચ પાટા પરથી ઉતરી ગયા. કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ રેલવેના ડીઆરએમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. રેલવે દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બધા મુસાફરો સુરક્ષિત છે. રેલવે (NCR) પીઆરઓ અમિત કુમાર સિંહે જણાવ્યું છે કે 2 જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા છે અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવેએ પીડિતોના સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે.
મોટી રેલ દુર્ઘટના ટળી અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસ કાનપુરમાં પાટા પરથી ઉતરી, બધા મુસાફરો સુરક્ષિત
