*શાળાની વિદ્યાર્થીનીઓમાં ભારતીય લોકશાહીના પાયાના ગુણ વિકસે અને ચૂંટણી પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લેવાય છે અને ચૂંટણી પ્રક્રિયા કેવી હોય છે તેનાથી વિદ્યાર્થીનીઓ વાકેફ થાય તે હેતુસર બોડેલી કન્યાશાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી જે અન્વયે બાળ સંસદની ચૂંટણીમાં શાળાના મહામંત્રી બનવા માટે ૧૦ જેટલી વિદ્યાર્થીનીઓએ આવેદન ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી તરીકે શાળાના આચાર્ય સંદિપ જયસ્વાલ ને સોંપ્યા હતા. જેમાં તમામ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉમેદવારોને એક દિવસ પ્રચાર પ્રસાર માટેનો સમય આપવામાં આવેલ હતો જેમાં તેઓએ પોતાની રીતે પોતાને મત આપવા માટે દરેક વર્ગમાં જઈને પ્રચાર પ્રસાર કર્યો હતો. બીજે દિવસે શનિવારે તારીખ ૧૨.૦૭.૨૦૨૫ ના રોજ જેમ પંચાયતોની ચૂંટણી ઇવીએમ મારફત થાય તેવી જ રીતે ઇલેક્શન બુથનું નિર્માણ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિસાઇડિંગ ,આસિસ્ટન્ટ પ્રીસેડીંગ, પોલિંગ ઓફિસર અને સુરક્ષાકર્મી ની નિમણૂક કરવામાં આવી હતી.ખરેખર ઇલેક્શન બુથમાં ઇવીએમ મશીન જે રીતે કામ કરે એ મુજબ જ પ્રિસાઇડિંગ દ્વારા એક મોબાઇલ દ્વારા બેલેટ આપવાનું કામ અને મતદાન કુટીરમાં વોટીંગ મશીન તરીકે બીજા મોબાઈલનું સેટ અપ કરવામાં આવ્યું હતું. જે મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ આપતા હતા અને શાળાની વિદ્યાર્થીનીઓ મતદાન કુટીરમાં જઈને વોટ આપતા હતા. મતદાન પૂરું થતાં ઉમેદવારોની હાજરીમાં બેલેટ યુનિટ દ્વારા મત ગણતરી કરવામાં આવી અને ત્યાર બાદ શાળાના આચાર્ય જે મુખ્ય ચૂંટણી અધિકારી હતા તેઓ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં 10 ઉમેદવાર પૈકી ધોરણ આઠ ની ઉમેદવાર દિપ્તી ગોપાલભાઈ બારીયાને વિજેતા જાહેર કરવામાં આવી.ત્યાર બાદ વિજેતા ઉમેદવારને હાર પહેરાવી શાળાની મહામંત્રી તરીકેની કયા કયા કામો કરવાના છે અને કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે એ શાળાના આચાર્ય દ્વારા સમજાવવામાં આવી.સાથે હારેલા અન્ય ૯ ઉમેદવારોને પણ શાળાની અલગ અલગ સમિતિમાં મંત્રી બનાવવામાં આવ્યા. આખી ચૂંટણી પ્રક્રિયામાં શાળાને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને ભારતીય લોકશાહીનું જતન કેવી રીતે થાય છે તેની પ્રેક્ટીકલ રીતે સમજ આપવામાં આવી હતી
બોડેલી કન્યાશાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
