બોડેલીને અડીને આવેલા ચાચક વિસ્તારમાં ખાનગી હોસ્પીટલના પાછળના ભાગે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળી રહ્યો છે ખાનગી હોસ્પિટલ દ્વારા ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકો અને મુંગા પશુના આરોગ્ય સામે ચેડા થઇ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવી લાપરવાહી હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે ચાચક વિસ્તારમાં અનેક મોટા હોસ્પિટલ આવેલા છે ત્યારે હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે હોસ્પીટલમાં વપરાયેલા મેડિકલ વેસ્ટ ખુલ્લી જગ્યામાં નજરે પડી રહી છે જેને લઇ લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે ઉલ્લેખનીય છે કે માનવી હોશિયાર છે પરંતુ મૂંગા પશુઓ ખોરાકની શોધમાં ફરતા હોય છે. જ્યારે આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો હતો. પશુઓના પેટમાં જાય તો નુકશાન કારક બને છે જ્યારે આનાથી ઉડતા જીવાણુઓ પણ દરેક જીવ માટે નુકસાન કરક થઈ શકે મેડિકલ વેસ્ટના કારણે જમ્સ ફેલાય અને બીમારીઓ ફાટી નીકળે તેવી દહેશત છે ત્યારે તેનો જવાબદારી કોણ? તેવી ચર્ચા પ્રજામાં જાગી છે
હોસ્પીટલની ઘોર બેદરકારી: બોડેલીના ચાચકમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાયો
