ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ છોટાઉદેપુર જિલ્લા અને સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યુ છે ત્યારે બોડેલી તાલુકામાંથી પસાર થતા બ્રીજોની તપાસ કરાઈ રહી છે, આજે બોડેલી અને વડોદરાને જોડતો નર્મદા મુખ્ય નહેરના બ્રિજની ચકાસણી કરાઈ છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના છોટાઉદેપુર જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રીજોની તપાસ કરાઈ રહી છે ત્યારે બોડેલી પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પરનો બ્રિજ બોડેલી અને વડોદરા હાઇવેને જોડતો બ્રિજ છે આ બ્રિજ પર વર્ષો જૂનો હોઈ સબંધિત તંત્રએ તપાસ હાથ ધરી છે આજે શનિવારે સવારના સમયે વહીવટી તંત્રના દ્વારા બોટને કેનાલમાં ઉતારવામા આવી હતી અધિકારીઓ સહીત એન્જીનીયર બોટમાં બેસી બ્રિજના નીચેના ભાગની સતત ચકાસણી કરી હતી તંત્રએ કેનાલમાં બોટ ઉતારતા લોકો કેનાલ પર એકત્ર થયા હતા, બોડેલીના બન્ને મહત્વના બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે વહીવટી તંત્રના જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સહીત સબધિત અધિકારીઓ સાથે બ્રિજ નિરક્ષણ કર્યું હતું બોડેલી તાલુકામાંથી પસાર થતા તમામ બ્રિજોની તકેદારીના ભાગરૂપે ચકાસણી અને નિરક્ષણ અધિકારીઓ કરી રહ્યા છે
બોડેલીની નર્મદા મુખ્ય કેનાલના બ્રિજની ચકાસણી કરાઈ
