છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલા ઓરસંગ નદીના બ્રિજની જર્જરિત હાલતમાં છે આ બ્રિજ, બોડેલી અને મધ્યપ્રદેશ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત આસપાસના ગામડાઓને જોડે છે ઓરસંગ બ્રિજ જર્જરિત મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસે સરકાર પાસે નવો બ્રિજ બનાવવાની અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ બોડેલી અને આસપાસના વિસ્તારો માટે જીવનરેખા સમાન છે. આ બ્રિજ પર દરરોજ હજારો વાહનો અવરજવર કરે છે, જેમાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. જોકે, બ્રિજની બાંધણી જૂની થઈ ગઈ છે અને તેના પર આવેલ પેરાફિટ તિરાડો અને ખાડાઓ જોવા મળે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રિજની જાળવણી માટે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી.છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ બ્રિજ પર એકઠા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જર્જરિત બ્રિજની સમસ્યાને તાત્કાલિક ઉકેલવાની માંગ કરી હતી આ વિરોધ દરમિયાન બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને નોંધપાત્ર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, “સરકાર લીપાપોતી કરવાને બદલે બ્રિજનું વ્યવસ્થિત સમારકામ કરે અથવા નવો બ્રિજ બનાવે.”કોંગ્રેસે સરકારને ઓરસંગ બ્રિજનું પુનર્નિર્માણ કરવા અને તેની જાળવણી માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે. પાર્ટીના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, “જો સમયસર પગલાં નહીં લેવાય, તો આ બ્રિજ પર મોટો અકસ્માત થઈ શકે છે, સ્થાનિક લોકો પણ આ મુદ્દે કોંગ્રેસની માંગને સમર્થન આપી રહ્યા છે. એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું, “અમે દરરોજ આ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ.દરેક વખતે અહીંયાથી પસાર થવામાં ડર લાગે છે કે ક્યાંક અકસ્માત ન થાય ” કોંગ્રેસે આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.