મોહરમ પર્વ નિમિતે બોડેલી પોલીસ મથક ખાતે પીઆઇ બી.એસ ચૌહાણનીઅધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્ય અને હિન્દૂ – મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં મુસ્લિમ સમાજનો મોહરમ પર્વ ચાલી રહ્યો છે ત્યારે બોડેલી પોલીસ મથકમાં બોડેલી પીઆઈ બી. એસ ચૌહાણની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં પીઆઈએ રૂટની સમીક્ષા કરી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાઇ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચના આપી હતી આ બેઠકમાં ભજાભાઈ, મોહસીનબાપુ (સૈયેદ) સાજીદ ધાબાવાલા, અનવર મન્સૂરી વિગેરે હાજર રહ્યા હતા
બોડેલી : મોહરમ પર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
