છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૫૬ પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પુલ અને ઓરસંગ નદી પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે ટેસ્ટિંગ થવાનું હોવાથી, બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનોને પ્રતિબંધિત કરીને માત્ર ટૂ-વ્હિલર, કાર અને લાઈટ કોમર્શિયલ વાહનોને પસાર થશે. જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૧૧-૦૭-૨૦૨૫ થી ૦૯-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જે ભારે વાહનો વૈકલ્પિક માર્ગ તરીકે છોટાઉદેપુર થી વડોદરા તરફ જતાં ભારે કોમર્શિયલ વાહનો છોટાઉદેપુર-પાનવડ-ખાટીયાવાંટ-કલારાણી-રંગલી ચોકડી-મોડાસર ચોકડી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-સંખેડા-લોટીયા થઈ વડોદરા-ડભોઈ તરફ જઈ શકશે. છોટાઉદેપુર-પાનવડ-ખાટીયાવાંટ-ચલામલી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-સંખેડા-લોટીયા થઈ વડોદરા-ડભોઈ તરફ જઈ શકશે. છોટાઉદેપુર-પાનવડ-કવાંટ-ખાટીયાવાંટ-કલારાણી-રંગલી ચોકડી-મોડાસર ચોકડી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-સંખેડા-લોટીયા થઈ વડોદરા-ડભોઈ તરફ જઈ શકશે. છોટાઉદેપુર-પાનવડ-કવાંટ-ખાટીયાવાંટ-ચલામલી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-સંખેડા-લોટીયા થઈ વડોદરા-ડભોઈ તરફ જઈ શકશે. છોટાઉદેપુર-પાનવડ-કવાંટ-ખાટીયાવાંટ-રંગલી ચોકડી-ચલામલી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-સંખેડા-લોટીયા થઈ વડોદરા-ડભોઈ તરફ જઈ શકશે. વડોદરા થી છોટાઉદેપુર તરફ જતાં ભારે કોમર્શિયલ વાહનો લોટીયા-સંખેડા-હાંડોદ-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-મોડાસર ચોકડી-રંગલી ચોકડી-કલારાણી-ખાટીયાવાંટ-પાનવડ થી છોટાઉદેપુર તરફ જઈ શકશે. લોટીયા-સંખેડા-હાંડોદ-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-ચલામલી-ખાટીયાવાંટ-પાનવડ થી છોટાઉદેપુર તરફ જઈ શકશે. લોટીયા-સંખેડા-હાંડોદ-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-ચલામલી-ખાટીયાવાંટ-કવાંટ-પાનવડ થી છોટાઉદેપુર તરફ જઈ શકશે. લોટીયા-સંખેડા-હાંડોદ-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-ચલામલી-રંગલી ચોકડી-ખાટીયાવાંટ-કવાંટ-પાનવડ થી છોટાઉદેપુર તરફ જઈ શકશે. લોટીયા-સંખેડા-હાંડોદ-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-ચલામલી-રંગલી ચોકડી-ખાટીયાવાંટ-પાનવડ થી છોટાઉદેપુર તરફ જઈ શકશે. આ જાહેરનામું ૦૯-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
બોડેલીના મેરિયા અને ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનો માટે પ્રતિબંધ, વહીવટી તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
