જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

Spread the love

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણા, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢ તેમજ જૂનાગઢના વંથલી અને કેશોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવાડ, સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ તાલુકા અને શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.તદુપરાંત સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૦૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે. આજે, તા. ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *