વડોદરામાં ફરી એકવાર એક જ દિવસે બે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળની તપાસ કરી રહી છે.વડોદરાની એક પછી એક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે સમા વિસ્તારની નવરચના અને ગુજરાત રિફાઇનરી સ્કૂલને ધમકીઓ મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં RDX મૂકવામાં આવ્યું હતું અને ગમે ત્યારે વિસ્ફોટ થવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે શાળામાં બાળકોને છોડી દીધા હતા અને તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી.દરમિયાન, દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડી.આર. અમીન સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતાં જ બંધ કરી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળામાં પહોંચી ગયા હતા, જેના કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કાફલા સાથે શાળામાં પહોંચ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે ગયા અઠવાડિયે ચેન્નાઈના આઈટી એન્જિનિયર રેની જોશીલ્ડાને ધમકીભર્યા ઈમેલ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધમકીભર્યા ઈમેલનો સિલસિલો હજુ પણ ચાલુ છે.આજે સવારે વડોદરાની સિગ્નસ સ્કૂલમાં બોમ્બની ધમકી મળતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટની ધમકી મળતાં વાલીઓ ચોંકી ગયા હતા હાલમાં, સ્કૂલમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કંઈ મળ્યું નથી.
વડોદરા: એક જ દિવસમાં બે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી
