બોડેલી તાલુકાના મેરિયા નદી પર આવેલ બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર બંધ કરાઈ છે સાવચેતીમાં ભાગરૂપે તંત્ર દ્વારા બ્રિજ પર ભારદારી વાહનો અવર જ્વર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે બોડેલી તાલુકામાંથી પસાર થતા જિલ્લાની જોવાદોરી સમાન ઓરસંગ અને મેરિયા બ્રિજ ક્ષતીગ્રસ્ત છે ત્યારે બોડેલી નજીક આવેલ મેરિયા નદી પર આવેલ બ્રિજ પર ભરદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ બ્રિજ બોડેલી અને આસપાસના અનેક ગામડાઓને જોડે છે બ્રિજ પરથી અસંખ્ય વાહનો અવર જ્વર કરે છે ત્યારે સાવચેતીમાં ભાગરૂપે ભારદારી વાહનોની અવર જવર બંધ કરાઈ છે ટેક્નિકલ ટિમની વિઝીટ બાદ આ બ્રિજ પર ભરદારી વાહનોની અવાર જવાર બંધ કરવાનો વહીવટી તંત્રએ નિર્યણ લીધો છે જાણશે ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે ટેક્નિકલ ટિમ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને તેનો ત્રણ દિવસ પછી રિપોર્ટ આવશે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યા સુધી ભારદારી વાહનોની અવર જવર રોકવામાં આવી છે
બોડેલી : મેરિયા બ્રિજ પર ભારદારી વાહનો માટે અવર જવર બંધ, સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો
