Home Blog Page 11

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨.૯૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે મહાનુભાવોની ઉપસ્થિતીમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી ૨.૪૧ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ૫૧ ગ્રામ પંચાયતમાં ૧૪૫ ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે. આધુનિક સુવિધાથી સજ્જ થનાર તાલુકા પંચાયત કચેરીમાં રેઈન વોટર હારવેસ્ટીંગ, આંતરીક સી.સી. રોડ, કંમ્પાઉન્ડ વોલ, પાર્કીંગ સેડ, બોરવેલ, અંડર ગ્રાઉંડ સમ્પ અને પંપ રૂમ તથા ઈલેક્ટ્રીફીકેશન વર્કની સુવિધાઓ મળશે.

રાજય મંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર તાલુકાના ગામોની વિકાસલક્ષી માહિતી આપતા જણાવ્યું હતું કે, અંદાજે ૫૨૮ જેટલા ૧૦૦૫ કરોડના રસ્તા તથા ૧૯ હજાર જેટલા આવાસોના ૧૪૭ કરોડ રૂપિયા પહેલી તારીખે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના દિકરા દિકરીઓ, ડૉક્ટર, એન્જીનીયર, આઈએએસ બને એ દિશામાં આગળ વધવુ જોઇએ, તેમ પણ તેમણે આ વેળા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ડીઆરડીએના નિયામક કે.ડી.ભગત, માજી સાંસદ નારણ રાઠવા, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઇ, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ટી.ડી.ઓ. પૂનમબેન ડામોર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બોડેલીના મોરખલા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલની સાઈડની ઢાળનું આરસીસી લેયર તૂટ્યું, મરામતની માંગ ઉઠી

બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી લેયર છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સબંધિત તંત્ર દ્વારા મારમતની કામગીરી કરાઈ તેવી લોક માંગ ઉઠવા પામી છે

બોડેલીના મોરખલા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે અહીં મોરખલા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી તૂટેલી હાલમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે થોડાક સમયમાં ચોમાસાની ઋતુ શરુ થશે જેને લઇ કેનાલમાં પાણીના વહેણમાં પણ ફેરફાર થઇ શકે છે અને વરસાદ પાણી ઢાળ પરથી સીધું કેનાલમાં જશે

જેથી આ ભાગે પડશે તો માટી નું ધોવાણ થયા તેમ છે હાલમાં ઉનાળો ચાલતો હોઈ કેનાલમાં પાણીનુ જળ સ્તર નીચે છે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા મરામતની કામગીરી સહેલાઇથી થઇ શકશે

બોડેલીમાં મુસ્લિમ સમુદાયે વીજળી બંધ રાખી વકફ કાયદાનો વિરોધ નોંધાવ્યો

કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલી માં મુસ્લિમ સમાજે ગતરોજ રાત્રિના 15 મિનિટ સુધી લાઈટ બંધ રાખી હતી જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંદરપટ જેવો માહોલ જોવા મળ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે

જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલી,અલીપુરા, કુબેર નગર,બચ્ચો કા ઘર મેન શાક માર્કેટ,રામ નગર, અમન પાર્ક સહિત વિવિધ જગ્યા ના મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ આ કાયદાના વિરોધમાં ગતરોજ રાત્રીના 9 વાગ્યાથી 9:15 સુધી તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે વિવિધ વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો

બોડેલીના નાયબ મામલતદાર, તલાટી, સર્કલ ઓફિસ સહીતના 18 મહેસુલી કર્મી માસ સીએલ પર

બોડેલી સહીત સમગ્ર તાલુકામાં ફરજ બજાવતા મહેસુલ કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નો અને પોતાની માંગોને લઇ માસ સીએલ પર ઉતાર્યા છે જેને લઇ તંત્રની અનેક કામગીરી અટકી જવા પામી હતી જયારે સેવાસદનની બહાર પોતાની માંગોને લઇ વિવિધ પ્લે કાર્ડ સાથે કર્મીઓએ દેખાવો કર્યો હતો

રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો, તેમજ હવે પછી રજુ થતી જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ ો મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરુરી છે. વધુમાં, કલેકટર કક્ષાના જિલ્લા કક્ષાના NOC મેળવવાની પ્રથા બંદ કરી જિલ્લા બદલીની અરજીઓનો જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી.કારફન થી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ ૨૦૧૫માં નિમણક પામેલ તમામ કારકનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા સહીતના વિવિધ મુદ્દે પોતાની માંગણીઓને લઇ ગુજરાત મહેસુલ કર્મચારીઓ મહામંડળના આદેશ મુજબ બોડેલી સહીત સમગ્ર તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, કલાર્ક સહીતના 18 જેટલા મહેસુલી કર્મચારીઓ આજે માસસીલ પર ઉતાર્યા હતા જેને લઇ વહીવટી તંત્રની અનેક કામગીરી અટકી જવા પામી હતી બોડેલી તાલુકા સેવાસદનના કમ્પાઉન્ડમાં ફીડબેકના આધારે જિલ્લા બદલી બંધ કરો, સર્કલ ઓફિસ અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થુ આપો, મહેસુલી એકતા ઝિંદાબાદ સહીત વિવિધ પ્લે કાર્ડ સાથે મહેસુલી કર્મીઓ દેખાવો કર્યો હતો

રજુઆત કોણે કરવી ? રહીશો પીવાના પાણી લાઈન અંગે ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા ગયા, પણ ખુરશીઓ ખાલી

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ગ્રામ પંચાયત તંત્રની મંજૂરી બાદ બનાવવામાં આવેલ સોસાયટીમાં પ્રાથમિક પીવાના પાણીની સુવિધાથી વંચિત રહેતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે જો કે રહીશો આ અંગે લેખિતમાં પંચાયત ઘરમાં રજુઆત કરવા જતા પંચાયતમાં કોઈ હાજર ન રહેતા લોકો રજુઆત કરે તો કરે કોણે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

સરકાર એક તરફ વિકાસની વાતો કરી રહી છે પરંતુ વહીવટી તંત્રની નિશકાળજી ના કારણે લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં ઝયા સોસાયટી બનવવામાં આવી છે પરંતુ ઉપરોક્ત સોસાયટીમાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા સબંધિત વિભાગમાં વારંવાર રજુઆત કરી છે પરંતુ તંત્રના કાન સુધી તેમનો અવાજ પોંહચતો નથી, અહીં મહત્વની બાબત એ છે કે ઢોકલીયા ગ્રામ પંચાયતમાંથી મંજૂરી લઇ આ સોસાયટીનું નિર્માણ કર્યું છે.

પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પંચાયત આપી શકી નથી આ બાબતે આજે સ્થાનિકો ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા માટે પોંહચતા હતા જો કે પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી કે સરપંચ હાજર ન હોવાથી રહીશોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો, પંચાયત ઘરમાં કોઈ હાજર ન રહેતા રહીશો સહીત લોકો રજુઆત કરે તો કોણે કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે રહીશો રજુઆત કર્યા વગર વીલા મોઢે પરત કર્યા હતા

પોલીસનું સર્ચ ઓપરેશન : બોડેલીમાં રહેતા પર પ્રાંતીય લોકોની તપાસ, 14 ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા

કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ પોલીસ વિભાગે લાલ આંખ કરી છે બોડેલી પોલીસ દ્વારા નગર સહીત સમગ્ર તાલુકામાં વસવાટ કરતા પરપ્રાંતિય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરી વેરિફિકેશન કરવામાં આવ્યા છે

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટના બાદ સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રાંતિય પરિવારની પોલીસે તપાસ હાથ ધરી છે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રાંતિય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવાની કામગીરી પોલીસે કરી છે આજે 14 કેટલા પરપ્રાંતિય લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે બોડેલી પોલીસે સમગ્ર તાલુકામાં બાંગ્લાદેશી લોકો છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરી છે હાલ આ કામગીરી ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર વ્યક્તિ સામે આવ્યું નથી

બોડેલીના વૈષ્ણવ વાડી ખાતે આપનું કાર્યકર્તા સંમેલન યોજાયું

બોડેલીના વૈષ્ણવ વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં અવાનર જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ સાંમેલન કાર્યક્રમમાં આપના દિલ્હીના અને ગુજરાતના સહ પ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબભાઈ અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું છે આવનારી ચૂંટણીઓને લઇ જે કામગીરી કરવાની છે અને સાથે સાથે આ વિસ્તારમાં લોકોની જે સમસ્યાઓ છે આરોગ્ય, શિક્ષણ, સિંચાઈની બાબત હોઈ કે રોડ રસ્તાની કોઈ પણ જાતની ભૌતિક સુવિધાની બાબત હોઈ દરેકને વાંચા આપી શકાય તે બાબતે વિધાનસભાના આગેવાનો, પ્રભારી સહપ્રભારી સાથે ચર્ચાઓ થઇ છે સાથે સાથે આવનારા ભવિષ્યમાં પાર્ટીની મજબૂતી કઈ રીતે વધે તે તરફ પણ ચર્ચાઓ થઇ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આવતા હજુ 8-10 મહિના લાગશે તેવું મને લાગે છે ત્યારે હાલના તબબકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી

હિન્દૂ – મુસ્લિમ એકતા: બોડેલીમાં હિન્દૂ દીકરીનું મામેરુ એક મુસ્લિમ મામાએ ભર્યું

બોડેલીમાં કોમી એકતા અને એખલાસનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક હિન્દૂ દીકરીનું મુસ્લિમ મામાંએ મોસાળુ ભર્યું હતું આ ઉદાહરણ રાજ્યના લોકો માટે એકતાનો સંદેશો આપ્યો છે

બોડેલીમાં કોમી એકતા અને એખલાસનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે બોડેલી ખાતે ભાઈ બહેનના રિસ્તાની રીત રસમ નિભાવવા નીકળેલા શહીદ મનસુરી રાજ્ય અને દેશ માટે એક ઉમદા ઉદાહરણ રૂપ બન્યા છે હાલ અલીપુરા વિસ્તારમાં રહેતા ઠાકરડા મીનાબેન તેમજ ઠાકરડા સોનલબેનના સગાભાઈનું મૃત્યુ થતાં શહીદભાઈ મનસુરીને જ સગાભાઈ માન્યા છે મોટી બહેન મીનાબેન ઠાકરડા તેમના દીકરા રાહુલનું મામેરુ 8 વર્ષ પહેલા વાજાતે ગાજતે ભર્યું હતુ અને ભાણાનું મામેરુ ભર્યા બાદ આજે સોનલબેનની દીકરી ઉર્વશીબેનનું લગ્ન હોય મોસાળુ ભરવાનું ભૂલ્યા નહી અને આજે તેમના પરિવાર સાથે તેમની માનેલી બહેન સોનલ બહેન ઠાકરડાને ત્યાં સાદગાઈથી પહોંચી મોસાળું ભરી પોતાની મામા તરીકે ની ફરજ અદા કરી અને સર્જાયાં લાગણી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા

ધર્મની બેહેનને ત્યાં મુસ્લિમ ભાઈ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતાં. ભાણીનું મોસાળુ લઈને આવેલા મુસ્લિમ મામાનું ઠાકરડા પરિવારે ભાવભર્યું સ્વાગત કર્યું ફુલહાર પહેરાવ્યા હતા અને તેમનું મો મીઠું કરાવ્યું હતું ત્યારે હિન્દુ-મુસ્લિમ ભાઇચારાની એક અનોખી મિસાલ જોવા મળી હતી

બોડેલીના બજારોમાં ગ્રાહકને ગરમીથી રાહત આપવા માટે ગ્રીન નેટ બાંધવામાં આવી

રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે ત્યારે લોકો ઠંડા પીના અને ઠંડકનો સહારો લેતા નજરે પડે છે ત્યારે બોડેલીના શાકમાર્કેટ સહીત અનેક વિસ્તારમાં દુકાનદારોએ ગ્રાહકને ગરમી ન લાગે તે માટે ગ્રીન નેટ બાંધવામાં આવી છે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે બોડેલી પંથકમાં બપોરના સમયે ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું લોકો પસંદ નથી કરતા બોડેલીના મુખ્ય બજારોમાં આસપાસના અનેક ગામડામાંથી લોકો ખરીદી અર્થે બોડેલી અવાર જવર કરતા હોઈ છે ત્યારે ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે દુકાનદારો દ્વારા પોતાની દુકાનો આગળ ગ્રીન નેટ બાંધવામાં આવી છે સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતા લોકોને હાલત કફોડી બની છે ત્યારે બોડેલીના શાક માર્કેટ સહિત અનેક વિસ્તારમાં દુકાનદારો દ્વારા ગ્રાહકો સહીત લોકો છાયડો મળી રહે તે માટે ગ્રીન નેટ બાંધી ગરમીથી રાહત આપી રહ્યા છે

તરસાલીની સાત વર્ષીય માસૂમ બાળકીએ રમઝાનના તમામ રોઝા રાખી ઈબાદત કરી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી ૭ વર્ષીય આમેના મેમણએ રમજાનના તમામ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી

આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી મુસ્લિમ બિરાદરો રોજા કરી અલ્લાહ તલ્લાહાની ઈબાદત કરી હતી ત્યારે દિવસભર ભૂખ્યા-તરસા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી, વડોદરા શહેરના તરસાલીના નૂર પાર્ક સોસાયટીમાં રહેતા તુફેલ મેમણની 7 વર્ષીય દીકરી આમેના મેમણએ ૨૯ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી સાથે સાથે દેશ અને દુનિયામા અમન અને સુખ શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરી હતી માસુમ બાળકીએ નાની વયે પવિત્ર રમજાન માસના તમામ રોજા રાખી અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બનવા પામ્યા છે

Editor & Owner – Salman meman