બોડેલી ખાતે કોંગ્રેસની મિટિંગ બાદ બોડેલી તાલુકા સહીત જિલ્લામાં આવેલ સુખી જળાશય યોજનાની કેનાલના નવીનીકરણ મામલે કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે સુખી સિંચાઈ યોજના પાવીજેતપુર, બોડેલી, જબુગામ સંખેડા આ ચાર પાંચ તાલુકામાંથી પસાર થાય છે અને પાણી ખેડૂતોને સારી રીતે મળે તે માટે કેનાલનું કામ ચાલુ છે જે વાત તમારા અને અમારા સુધી આવી છે જે કામ ત્યાં થઇ રહ્યું છે વિસ્તારની છે કે બાકી છે તે હું નક્કી કરી શક્યો નથી તકલાદી કામ થયું હોય તો તે એજન્સી સામે પગલા લેવાવા જોઈએ તેના પર દેખરેખ રાખતા ડે.એન્જીનીયર અને સુપરવાઈઝર સામે પગલા લેવા જોઈએ આ ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતોને પાણી સરળતાથી મળે આવતી સીઝનમાં તેના માટે સરકારે દીવસ કે મહિના નક્કી કરીને તેનું કામ વહેલી તકે પૂર્ણ કરે
સુખી જળાશયના કામોમાં ડે.એન્જીનીયર અને સુપરવાઈઝર સામે પગલા લેવા જોઈએ : સુખરામ રાઠવા
