
પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે આવેલ ચંદ્રમૌલી ફાઉન્ડેશન અને શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસિટી દ્રારા સંચાલિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના પાંચમા સ્થાપના દિનની ઊજવણી રંગેચંગે કરવામા આવી હતી.જેમા મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.તેમણે જણાવ્યુ હતુ કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચંદ્રમૌલી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીઓને આદિવાસી સમાજના દિકરાઓ,દિકરીઓને વધુ અભ્યાસ માટે અન્ય જિલ્લામા ન જવુ પડે તે માટે કોલેજ ખોલવા માટે ભલામણ કરી હતી.જેના પરિણામ સ્વરૂપે કોલેજની 2021 મા શરૂઆત કરવામા આવી હતી.શરૂઆતના વર્ષમા કોલેજમા ત્રણ વિભાગના કોર્ષમા 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.જ્યારે આજે 2025 મા નવ વિભાગના કોર્ષમા 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શ્રી ગોવિંદ ગુરૂ યુનિર્વસિટીના નવા વરાયેલા કુલપતિ પ્રો હરિભાઈ કતારિયા પણ પાંચ જિલ્લામા ચાલતી કોલેજોમા પુરતુ ધ્યાન આપી યુનિર્વસિટીને ચારચાંદ લગાડવાનુ કાર્ય કર્યુ છે.છોટાઉદેપુર જિલ્લામા આદિવાસી સમાજના દિકરા,દિકરીઓને એક જ વિભાગમા અભ્યાસક્રમ સાથે સ્પોર્ટસમા આગળ લાવવા આહવાન કર્યુ હતુ.તેના માટે રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગ આપવામા આવશે તેમ તેમણે જણાવ્યુ હતુ.આદિવાસી સમાજના દિકરા,દિકરીઓને સારા શિક્ષણ સાથે જરૂરી તમામ સગવડો પુરી પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ તેમણે જણાવ્યુ હતુ.છોટાઉદેપુર જિલ્લામા કોઈ યુવાન ડ્રગ્સના રવાડે ન ચઢે તે માટે જિલ્લા પોલીસતંત્ર અને સામાજિક આગેવાનો ભેગા મળી સંકલ્પબધ્ધ બને તેવી પણ ટકોર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી હતી.એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના પાંચમા સ્થાપના દિનની સહુ ટ્રસ્ટીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમા પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,પુર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ,વેચાતભાઈ બારીયા,છોટાઉદેપુર જિલ્લા એસપી ઈમ્તીયાઝ શેખ,એએસપી ગૌરવ અગ્રવાલ,કોલેજના પ્રમુખ ભરતસિંહ ગોહિલ,ટ્રસ્ટી રવિન્દ્ર સરવૈયા,ઉપેન્દ્રભાઈ રાઠવા,શોભનાબેન રાઠવા,છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી,જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજકીય, સામાજિક આગેવાનો સહિત કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.