નલ સે જલ યોજના મુદ્દે રાજકારણ ગરમાયું છે છોટાઉદેપુરના કોંગ્રેસના સિનિયર અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નલ સે જલ યોજના મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે બોડેલી સર્કિટ હાઉસ ખાતે મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે ભારત સરકારે આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પીવાના પાણીની તકલીફ નહિ પડે તે માટે બે મહાકાય યોજના છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાને આપી છે છોટાઉદેપુરમાં પીવાના પાણીની જે યોજના છે તે પણ મથર ગતીએ કામ ચાલ્યું અને હજુ બાકી છે દાહોદ લઇ જવાનુ હતું તેમા પણ કામ બાકી છે વિધાનસભા લોકસભા પહેલા ગામડામાં તમારા ઘર પાસે ચકલીમાં પાણી આવશે એમ કરીને ઠેર ઠેર ખાડા ખોડાઈને સ્ટેન્ડ પોસ્ટ મુક્યા હતા અમે અમે સરકારને વારંવાર કીધું છે કે આ યોજના ફેલ છે તેમ છતા બેહરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નથી હવે સરકારના ધારાસભ્ય જયંતી રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ છે ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નડીયા સુધી કરવાની જરૂરી છે આજે પણ ગામડામાં 90 ટકા જગ્યાએ પાણી પોહ્ચ્યું નથી મારા ગામમાં આવીને સરકાર દેખે મારાં ઘર પાછળ ચકલી મૂકી છે ત્યા પાણી આજદિન સુધી આવ્યું નથી આ સ્થિતિ મારી હોઈ તો સામાન્ય પ્રજાની શું હશે. આ ફેલ ગયેલી યોજના છે આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની યોજના પુરી કરીશું આમ કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી સામે ડિસેમ્બરમાં થવાની છે ત્યારે આદિવાસીઓને ભોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેવો મારો આક્ષેપ છે
નલ સે જલ યોજના ફેલ, તાલુકા – જિલ્લા પંચાયત ચૂંટણીને લઇ સરકાર આદિવાસીઓને ભોળવાનો પ્રયાસ કરે છે : સુખરામ રાઠવા
