અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં સામૂહિક આત્મહત્યાની હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પાંચ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે.મૃતક પરિવાર મૂળ ધોળકાના વતની હતા અને હાલ બગોદરા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા. પરિવારનો મુખ્ય વ્યવસાય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવવાનો હતો. આ પરિવારમાં પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરો સામેલ હતા.અગમ્ય કારણોસર, આ પરિવારે રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લેતાં તમામનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ઈમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, અમદાવાદ ગ્રામ્યSP પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ધંધુકાના ASP ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.પાંચેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી અમદાવાદ સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યાછે. પોલીસ દ્વારા આ ઘટનાના કારણો અને સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ: બગોદરા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટનામાં પાંચનાં મોત
