બોડેલી કન્યાશાળામાં 3D SHOW નું આયોજન કરવામાં આવ્યું

0
Spread the love

છોટાઉદેપુર: આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં શાળાને વિદ્યાર્થીનીઓ વિજ્ઞાનની અલગ અલગ ટેકનોલોજીને જુએ અને સમજે તે હેતુથી રાજ્યની વિવિધ શાળા દ્વારા 3D શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોડેલીની કન્યા શાળામાં આચાર્ય સંદીપ જયસ્વાલ દ્વારા 3D શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ આ શો નિહાળ્યો હતો શાળાની મોટાભાગની વિદ્યાર્થીનીઓ થ્રીડી સૌ પ્રથમ વખત જોયેલ હોય અને શોમાં વસ્તુને પડદા માંથી એકદમ પોતાની પાસે આવતા જોઈને તેમને ખૂબ જ કુતુહલ જાગ્યું હતું. બોડેલી કન્યાશાળા દ્વારા અવારનવાર આવી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેને કારણે વાલીઓ પણ કન્યાશાળા દ્વારા કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here