બોડેલી: જોજવાઘોડા ગામ પાસે કોલસા ભરેલી હાઇવા પલટી, કલાકો સુધી ટ્રાફિકજામ

0
Spread the love

છોટાઉદેપુર: બોડેલીના જોજવા ઘોડા ગામ પાસે આજે વહેલી સવારે કોલસા ભરેલું ડમ્પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેના પગલે હાઇવે રસ્તાની બંને તરફ ચાર કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનામાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો

બોડેલી – ડભોઈ હાઈવે પર આવેલ જોજવા ઘોડા ગામ પાસે દહેજથી મધ્યપ્રદેશના મનવાર કોલસા ભરેલી જઈ રહેલું ડમ્પરના ચાલકને ઝોકું આવી જતા વહેલી સવારે સાડા પાચ વાગ્યાની આસપાસ ડમ્પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જ્યારે આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો છે ડમ્પરમાં ભરેલો કોલસાનો મોટો જથ્થો રસ્તા પર જ ઢોળાઈ જતા ચાર કલાક સુધી ટ્રાફિક જામના થતા રોડ બંધ થયો હતો જેને લઈ વાહન ચાલકો મુસ્કેલીમાં મુકાયા હતા જો કે બનાવની જાણ બોડેલી પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પોહચી લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં ડમ્પરને ખસેડી લેવાતા ટ્રાફિકને હળવો થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here