બોડેલી,
બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલી તાંદલજા બેઠક પર સવાર થી જ મતદાન શરૂ થઈ હતી જેમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ધીમે ધીમે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો બોડેલીની તાંદલજા બેઠક ૭ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી ૫૮.૨૪ ટકા મતદાન થયું હતું
બોડેલી તાલુકાના પંચાયતની ખાલી પડેલી તાંદલજા બેઠક પર સવારથી શાંતપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી હતી સવારથી ધીમે ધીમે મતદારોનો ઘસારો જોવા હતો આ સાથે તાંદલજા બેઠક પર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે સવારના ૭ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી ૫૮.૨૪ ટકા મતદાન નોંધાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા બેઠક પર કોંગ્રેસના તાલુકા સદસ્ય ગીરધનભાઈ રાઠવાનું નિધન થવાથી જગ્યા ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી આજે સવાર થી ચૂંટણી તંત્રના અધિકારીઓ સહિત કર્મીઓ તૈનાત હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડેલી પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો સાંજે ચૂંટણીનો સમય પૂર્ણ થતાં ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરાયા હતા વહીવટી તંત્રએ ચીજવસ્તુઓ સીલ કરી ચુસ્ત બંદોબસ્ત સાથે સ્ટ્રોંગરૂમમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી ભાજપ – કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે હવે આગામી ૧૮ તારીખે જાહેર થનારા પરિણામ પર તાલુકાવાસીઓની નજર છે