બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ગ્રામ પંચાયત તંત્રની મંજૂરી બાદ બનાવવામાં આવેલ સોસાયટીમાં પ્રાથમિક પીવાના પાણીની સુવિધાથી વંચિત રહેતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે જો કે રહીશો આ અંગે લેખિતમાં પંચાયત ઘરમાં રજુઆત કરવા જતા પંચાયતમાં કોઈ હાજર ન રહેતા લોકો રજુઆત કરે તો કરે કોણે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

સરકાર એક તરફ વિકાસની વાતો કરી રહી છે પરંતુ વહીવટી તંત્રની નિશકાળજી ના કારણે લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં ઝયા સોસાયટી બનવવામાં આવી છે પરંતુ ઉપરોક્ત સોસાયટીમાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા સબંધિત વિભાગમાં વારંવાર રજુઆત કરી છે પરંતુ તંત્રના કાન સુધી તેમનો અવાજ પોંહચતો નથી, અહીં મહત્વની બાબત એ છે કે ઢોકલીયા ગ્રામ પંચાયતમાંથી મંજૂરી લઇ આ સોસાયટીનું નિર્માણ કર્યું છે.

પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પંચાયત આપી શકી નથી આ બાબતે આજે સ્થાનિકો ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા માટે પોંહચતા હતા જો કે પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી કે સરપંચ હાજર ન હોવાથી રહીશોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો, પંચાયત ઘરમાં કોઈ હાજર ન રહેતા રહીશો સહીત લોકો રજુઆત કરે તો કોણે કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે રહીશો રજુઆત કર્યા વગર વીલા મોઢે પરત કર્યા હતા