IAS અધિકારીઓ હોઈ તો આવા… છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે દુર્ગંધભર્યા વિસ્તારની મુલાકાત લીધી 

0
Spread the love

બોડેલી

આમ તો આપણે ઉચ્ચકક્ષાના અધિકારીઓને પોતાની એસી ચેમ્બરમાં બેસી પોતાની કામગીરી કરતા જોયા હશે પરંતુ આજે રાજ્યના છેવાડે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના એક એવા અધિકારીની વાત કરવી છે કે જેઓ પોતાની દરેક કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે હા અમે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર (આઈ.એ.એસ) ગાર્ગી જૈની,

ગાર્ગી જૈને બોડેલી તાલુકાના બોડેલી, અલીખેરવા, ઢોકલીયા અને ચાચક ગામમાંથી પસાર થતી હરખલી કોતરની મુલાકાત લીધી, પાણી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહી કલેક્ટરે બોડેલી પ્રાંત અધિકારી અને સ્થાનિક અધિકારીઓ સાથે નગરના સરપંચો અને અગ્રણીઓ સાથે કોતરની સાફ સફાઈ અને ગટર વયવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી, બાદમાં તેઓએ અલીપુરા ચાર રસ્તા પાસે આવેલ સહિત નગરના વિવિધ કોતરોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેઓ બોડેલીના અલીખેરવા વિસ્તારમાં આવેલ તળાવની મુલાકાત લીધી અને તેઓએ તળાવને નવારૂપ રંગ (બ્યુટિફિકેશન) આપવા માટે સ્થાનિક અધિકારીઓ, સરપંચ અને અગ્રણીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે, આ રીતે દુર્ગંધ ભર્યા વિસ્તારમાં એક ઉચ્ચકક્ષાના અધિકારીની નિષ્ઠાપૂર્વક કામગીરીને લઈ જિલ્લાવાસીઓએ ઉત્સાહની સાથે તેમની કામગીરીને બિરદાવી હતી 

Editor & Owner: Salman Memon 

Published By : Janshe Gujarat Digital Team 

જાણશે ગુજરાત દ્વારા સૂચના આપવામાં આવે છે કે અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સમાચારો જો કોઈપણ સમાચારપત્રો તેમજ વેબ પોર્ટલ અને કોઈપણ જાતની મેગેઝીન અમને જાણ કર્યા વગર સમાચારોનો ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ કોપીરાઈટનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

લી.
જાણશે ગુજરાત ડિજિટલ ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here